Connect Gujarat
ગુજરાત

રાજકોટ: NSUIનું ગાંધી સ્કૂલમાં હલ્લાબોલ, FRCનાં પાલનની કરી માંગ

રાજકોટ: NSUIનું ગાંધી સ્કૂલમાં હલ્લાબોલ, FRCનાં પાલનની કરી માંગ
X

નાનામવા સર્કલ પાસે આવેલી ગાંધી સ્કૂલમાં ફીને લઇ દેખાવો યોજી સુત્રોચ્ચાર કર્યા

રાજકોટની 70 ટકા શાળાઓ FRCનું પાલન કરતી નથી તેવા આક્ષેપ સાથે યુથ કોંગ્રેસ એક સપ્તાહથી આંદોલન ચલાવી રહ્યું છે. જેના અનુસંદધાને એનએસયુઆઇનાં કાર્યકરો રાજકોટમાં રોજ એક સ્કૂલમાં જઇ રજૂઆત કરી હલ્લાબોલ કરી ફી ઘટાડા મુદ્દે લેખિત રજૂઆત કરી રહ્યું છે. આજે નાના મવા સર્કલ પાસે ગાંધી શાળાએ 3500 રૂપિયાના કરેલા વધારા સામે કોંગ્રેસના કાર્યકરો ધસી ગયા હતા. FRCનું પાલન કરવા અને ફી ઘટાડવા ઉગ્ર રજૂઆત કરી હતી. આ પહેલા પણ ત્રણથી વધુ શાળામાં ફી મુદ્દે પાલન કરીશું તેવી લેખિત ખાત્રી આપી હતી.

શાળાઓ નિયમો નેવે મુકી મનફાવે તેવી ફી વસુલી રહી છે ત્યારે યુથ કોંગ્રેસે નિયમ મુજબ ફી લેવા તમામ શાળાઓમા રજૂઆત કરી છે. છતાં કોઇ ન માને અથવા કોઇને ફી મુદ્દે કંઇ ફરિયાદ હોય તો તેના માટે એક હેલ્પલાઇન નંબર આપ્યો છે. આ મુદ્દે કંઇ તકલીફ હોય તો 9624000073માં સંપર્ક કરવા જણાવાયું હતું. એનએસયુઆઇ દ્વારા જણાવાયું હતું કે, જે શાળા નિયમોનો ઉલાળીયો કરશે તે ચલાવી નહીં લેવાય. આગામી દિવસોમાં પણ આંદોલન ચાલુ જ રાખવામા આવશે.

Next Story