Connect Gujarat
ગુજરાત

રાજયમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓની અચોકકસ મુદતની હડતાળ

રાજયમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓની અચોકકસ મુદતની હડતાળ
X

રાજયમાં ભલે શિયાળાની શરૂઆત થઇ ચુકી

હોય પણ કર્મચારીઓના હડતાળના કારણે પાટનગર ગાંધીનગરમાં ગરમાવો જોવા મળી રહયો છે.

મહેસુલ વિભાગની હડતાળ માંડ સમેટાઇ છે ત્યાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ અચોકકસ

મુદતની હડતાળ પર જતાં રહેતાં સરકારમાં દોડધામ વધી છે.

ગુજરાતના ૩૫ હજાર જેટલા આરોગ્ય

કર્મચારીઓ પોતાની જુદી જુદી 13 માગણીઓ ન સંતોષાતા ચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. રાજકોટ જિલ્લામાં ફરજ

બજાવતા કુલ ૭૦૦ જેટલા આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે.આરોગ્ય કર્મચારીઓ એ

ગાંધીનગર ખાતે રેલી કાઢવાની મંજૂરી માંગી હતી. પરંતુ મંજૂરી ન મળતા આથી અચોક્કસ

મુદતની હડતાળમાં જોડાયા છે. રાજકોટ ઉપરાંત ખેડા, અરવલ્લી, જામનગર સહિતના તમામ જિલ્લામાં આરોગ્ય

વિભાગના કર્મચારીઓએ પડતર માંગણીઓ સંદર્ભમાં સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું

હતું. કર્મચારીઓની હડતાળના પગલે આરોગ્યલક્ષી સેવાઓ મેળવવામાં લોકોને હાલાકીનો

સામનો કરવો પડયો હતો.

Next Story