Connect Gujarat
ગુજરાત

વડોદરા : મધ્યપ્રદેશ જવા પગપાળા નીકળ્યાં શ્રમજીવી, રસ્તામાં પોલીસના હાથે ઝડપાયાં

વડોદરા : મધ્યપ્રદેશ જવા પગપાળા નીકળ્યાં શ્રમજીવી, રસ્તામાં પોલીસના હાથે ઝડપાયાં
X

દેશમાં ચાલી

રહેલા લોકડાઉનના કારણે હવે શ્રમજીવીઓ ધૈર્ય ગુમાવી રહયાં છે. તેઓ પગપાળા જ હજારો

કીલોમીટરનું અંતર ખેડી પોતાના વતનમાં જવા માટે મજબુર બની ગયાં છે. વડોદરાથી

મધ્યપ્રદેશ જઇ રહેલા શ્રમજીવીઓને રસ્તામાં પોલીસે અટકાવી પરત તેમની કંપની ખાતે

મોકલી આપ્યાં હતાં.

સરકાર તરફથી

લોકડાઉન વધારવાનો નિર્ણય લેવામાં મા આવ્યો છે તેવામાં અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં

રોટજીરોટી કમાવવા આવતા પરપ્રાંતીય કામદારોની ધીરજ ખૂટી છે. ગત મોડી રાત્રે નંદેસરીની એક ખાનગી કંપનીમાં

કામ કરતા 23 જેટલા

કામદારોએ પગપાળા વતન મધ્યપ્રદેશની વાટ પકડી હતી. ડોડકા ગામ પાસે અજાણ્યા વ્યકતિઓ

હોવાની બાતમી પોલીસને આપવામાં આવી હતી. પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને

તેમની પુછપરછ કરાઇ હતી. ભાદરવા પોલીસ સ્ટેશનના પીઆઇ બી.ડી.જાડેજાએ તેમની પુછપરછ કરતાં

તેમણે તેઓ અમદાવાદથી મધ્યપ્રદેશ જઇ રહયાં હોવાના ગોળગોળ જવાબ આપ્યાં હતાં. પોલીસે

કડકાઇથી પુછપરછ કરતાં તેમણે તેઓ નંદેસરીની કંપનીમાં કામ કરતાં હતા પણ કામ બંધ થઇ

જતાં પોતાના ઘરે જઇ રહયાં હોવાની કેફીયત રજુ કરી હતી. પોલીસે કંપનીના

કોન્ટ્રાકટરને સ્થળ પર બોલાવ્યો હતો અને તમામ કામદારોને કંપનીમાં પરત લઇ જવા અને

લોકડાઉન દરમિયાન તેમને કોઇ પણ અગવડ ન પડે તેનું ધ્યાન રાખવાની સુચના આપી હતી.

કોન્ટ્રાકટર તમામ શ્રમજીવીઓને લઇ નંદેસરી જવા રવાના થઇ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય

છે કે, રાજયમાં

તમામ જગ્યાઓ પણ નાકાબંધી કરી દેવામાં આવી છે ત્યારે આ શ્રમજીવીઓ વડોદરાથી ડોકડા

ગામ સુધી કેવી રીતે પહોંચી ગયા તે પણ એક સવાલ છે.

Next Story