Connect Gujarat
Featured

વડોદરા : સુરસાગર સરોવરમાં બિરાજમાન સર્વેશ્વર શિવજી ધારણ કરશે સુવર્ણ આવરણ

વડોદરા : સુરસાગર સરોવરમાં બિરાજમાન સર્વેશ્વર શિવજી ધારણ કરશે સુવર્ણ આવરણ
X

વડોદરાના સુરસાગર સરોવરની મધ્યમાં બિરાજમાન વિરાટ સર્વેશ્વર શિવ હવે સોનાનું આવરણ ધારણ કરશે.

સુરસાગરમાં આવેલી 111 ફૂટ ઊંચી અને વડોદરાને શિવનગરી બનાવતી પ્રતિમાની સ્થાપના રાજ્યના નર્મદા વિકાસ મંત્રી યોગેશ પટેલની આગેવાની હેઠળના સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. જ્યારે સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા શિવ પ્રતિમાને દાતાઓના સહયોગથી સુવર્ણ વાઘા પહેરાવવાનું અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.વડોદરાનું રાજવી યુગલ શ્રીમંત મહારાજ સમરજીતસિંહ ગાયકવાડ અને મહારાણી રાધિકારાજે આવતીકાલ તા.5 મી ઓગસ્ટને બુધવારના રોજ, સુરસાગરની વચ્ચે સર્વેશ્વર શિવના ચરણ સ્થાને ચાર વેદોના બ્રાહ્મણો દ્વારા પવિત્ર મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે શિવજીને સોને મઢવા ના આ પવિત્ર કાર્યનો મંગળ પ્રારંભ કરાવશે. દર વર્ષે મહા શિવરાત્રીના પર્વે સુરસાગર કાંઠે સર્વેશ્વર શિવની મહા આરતી યોજાય છે. સન 2002માં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આ ભવ્ય શિવ મૂર્તિ વડોદરાની પ્રજાને લોકાર્પિત કરી હતી.1996ની મહા શિવરાત્રીથી શરૂ થયેલી આ મહા આરતીની પરંપરાને આગામી 2021ની મહા શિવરાત્રિએ 25 વર્ષ પૂરા થશે. શિવ સુવર્ણ આવરણ શુભારંભ નો કાર્યક્રમ બુધવારના રોજ સાંજના 4 વાગ્યે રાખવામાં આવ્યો છે.જેમાં રાજવી યુગલ સુરસાગરની મધ્યમાં શિવ પ્રતિમા ચરણ કમળ સ્થાને ભગવાન શિવજીની છડી લઈને પૂજન સ્થાને જશે.

Next Story