વાલિયા પંથકમાં સતત બીજા દિવસે સાર્વત્રિક વરસાદ

વાલિયા પંથકમાં સતત બીજા દિવસે સાર્વત્રિક વરસાદ
New Update

૧૯ કલાકમાં અઢી ઇંચ વરસાદ

ચોમાસુ જામતા ખેડૂતોમાં આનંદ છવાયો

વાલિયા તાલુકામાં સતત બીજા દિવસે પણ સાર્વત્રિક વરસાદ ખાબકતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

ભરૂચ જિલ્લામાં બુધવારે પણ વરસાદી વાતાવરણ યથાવત રહેવા પામ્યું હતું જેમાં વાલિયા પંથકમાં મંગળવારની સવાર બાદ કરતા મંગળવારની સાંજથી બુધવારે એટલે કે સતત બીજા દિવસે પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ઝરમર ઝરમર શરૂ થયેલ વરસાદ બુધવારના રોજ પણ યથાવત રહેતા વાલિયા પંથકમાં બધુવારે ૧૨ વાગ્યા સુધી અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો.

આ વરસાદને પગલે કેટલાક સ્થળે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તો બીજી તરફ વાલિયા તાલુકામાં ચોમાસુ જામતા ખેડૂતો આનંદિત થઇ ઉઠયા છે. ઉલ્લેખનીય છે કે, આગામી ૪૮ કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

#Bharuch #Connect Gujarat #Rain #Gujarati News #ભરૂચ #Gujarat News #Beyond Just News
Here are a few more articles:
Read the Next Article