સાપુતારા:પડતર માંગણી મુદ્દે આહવા ITI કર્મીઓએ કાળી પટ્ટી ધારણ કરી કર્યો વિરોધ

New Update
સાપુતારા:પડતર માંગણી મુદ્દે આહવા ITI કર્મીઓએ કાળી પટ્ટી ધારણ કરી કર્યો વિરોધ

ડાંગ જિલ્લાનાં આહવા આઈટીઆઈનાં કર્મીઓએ પોતાની પડતર માંગણીઓનાં ઉકેલ

સંદર્ભે કાળીપટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત રાજ્ય કારીગર તાલીમ યોજના કર્મચારી મંડળ વર્ગ 3 ની રાજ્યકક્ષાનાં હોદેદારોની મિટિંગ ગાંધીનગર ખાતે મળી હતી.જેમાં લાંબા

સમયથી પડતર પ્રશ્નોની ચર્ચા નિયામક સાથે થઈ હતી.છતાંય આ પડતર માંગણીઓનો ઉકેલ સરકાર

દ્વારા આજદિન સુધી નહી આપતા ગુજરાત રાજ્ય કારીગર તાલીમ યોજના કર્મચારી મંડળનાં

આદેશો અનુસાર ડાંગ જિલ્લાનાં આહવા આઈ.ટી.આઈ નાં કર્મચારીઓએ પણ મંગળવારે કાળી પટ્ટી

ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.સાથે અગામી દિવસોમાં સરકાર દ્વારા યોગ્ય નિર્ણય

ન આપવામાં આવે તો વર્ક રૂલ જ ફરજ બજાવવી તથા માસ સી.એલ સહિતનાં કાર્યક્રમો યોજવાની

ચીમકી ઉચ્ચારી હતી.