Connect Gujarat
ગુજરાત

સુરત : વતનમાં જવા માંગતા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે રાહતના સમાચાર

સુરત : વતનમાં જવા માંગતા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે રાહતના સમાચાર
X

સુરતમાં ફસાયેલાં પરપ્રાંતિય શ્રમિકોને વતનમાં મોકલવા માટે વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે ત્યારે ગુજરાતના સ્થાનિક રત્નકલાકારો અને અન્ય લોકોને પોતાના વતન પરત જવા માટે એસટી બસ દોડાવવાનો નિર્ણય લેવાયો છે.

સુરતમાં ધંધા- રોજગાર લોકડાઉનના કારણે બંધ હોવાથી રત્નકલાકારો પણ તેમના વતનમાં જવાની માંગ કરી રહયાં છે. રાજય સરકારે આખરે તેમને પણ વતનમાં જવા માટે મંજુરી આપી છે. તેમને વતન સુધી જવા માટે એસટી વધારાની બસો દોડાવશે. સુરતના કલેકટરે હાલ અમરેલી, ભાવનગર, બોટાદ અને મહેસાણા જિલ્લા માટે એસટી બસો દોડાવવાની મંજુરી આપી દીધી છે. શ્રમિક સ્પેશિયલ બસમાં મુસાફરી કરવા માટે સુરત ખાતે આવેલાં સેન્ટ્રલ બસ સ્ટેશનથી ઉપરથી ફોર્મ મેળવી તેની વિગતો ભરીને પરત જમા કરાવવાનું રહેશે.ફોર્મની વિગત ચકાસણી કરી કલેક્ટર કચેરી તરફથી પ્રવાસ કરવા માટેની મંજુરી આપવામાં આવશે. રાજય સરકારની જાહેરાત બાદ બસ ડેપો ખાતે વિવિધ ગૃપના આગેવાનો બસો બુક કરાવવા માટે દોડી આવ્યાં છે. કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં લેતાં એક એસટી બસમાં 30 મુસાફરોને જ બેસવાની મંજુરી આપવામાં આવી છે.

જાણો કયાં શહેર માટે કેટલું લેવામાં આવશે ભાડું :

અમદાવાદ - 185 રૂપિયા

અમરેલી - 254

બોટાદ - 220

ભાવનગર- 220

જૂનાગઢ -285

જામનગર - 295

ગારીયાધાર - 240

સાવરકુંડલા- 270

પાલીતાણા - 235

રાજકોટ - 245

મહુવા - 260

ઝાલોદ - 210

ગોધરા - 175

દાહોદ- - 200

પાલનપુર - 240

મહેસાણા - 210

Next Story