/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/Cozway.jpg)
ઉકાઈ ડેમનાં ઉપરવાસમાં વરસાદને પગલે થયેલી પાણીની આવકનાં પગલે કોઝવેમાં આવ્યા નવા નીર
સુરતમાં છેલ્લા બે દિવસથી ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. દરમિયાન મોડી રાત્રીથી બપોર સુધીમાં પાંચ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. અને સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છેજેથી કોઝવે ઓરફુલ થઈ ગયો છે. હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે હાલમાં કોઝવેને બંધ કરી દેવામાં આવ્યો છે.
સુરતમાં વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે કોઝવે ઓરફ્લો થયો છે. જેના કારણે અહીંથી આવતા-જતા શહેરીજનો માટે કોઝવેને બંધ કરી દેવામાં આવ્યો છે. કોઝવે ઓવરફ્લો થતાં નયનરમ્ય નજારો નિહળવા માટે લોકો ઉમટી પડ્યા હતા. હાલ કોઝવે પર પોલીસ બંદોબસ ગોઠવી રસ્તો બંદ કરી દેવામાં આવ્યો છે. ઉકાઇ ડેમના ઉપરવાસમાં ધીમીધારે વરસાદ ચાલુ છે. જેથી પાણીની આવક શરૂ થઇ છે. મંગળવારે રાત્રે 8 કલાકે ઉકાઇ ડેમની સપાટી 286.28 ફુટ નોંધાઇ હતી. 5112 ક્યુસેક પાણીની આવક સામે 600 ક્યુસેક જાવક ચાલુ હતી.