સુરતમાં શાળા શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર મારવાની ઘટના!

New Update
સુરતમાં શાળા શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર મારવાની ઘટના!

સુરતના ઉધના વિસ્તારમાં આવેલ લીટલ ફ્લાવર્સ શાળામાં ધોરણ ૮ના વિદ્યાર્થીને શિક્ષકે ઢોર મારવાની ઘટના સામે આવતા ચકચાર મચીજવા પામી છે.

શાળાના શિક્ષકે બે રહેમી પૂર્વક વિદ્યાર્થીને માર મારવાની જાણ વિદ્યાર્થીના વાલિને થતા જ વાલિએ શાળાએ પહોંચી જઈ હોબાળો મચાવ્યો હતો.જો કે શાળા સંચાલકોએ વાત વણશે ના તે માટે પોલીસ ને જાણ કરતા જ પોલિસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. કલાસ રૂમમાં જ શિક્ષકે વિદ્યાર્થીને માર મારવાની સમગ્ર ઘટના સી.સી. ટીવી કેમેરામાં કેદ થઈ જતા આખરે વાલીની ઉગ્ર રજૂઆત અને મામલો થાળે પાડવા પોલીસે સી.સી.ટીવી.ના ફૂટેજ અને વાલિની ફરિયાદને દ્યાને લઈ હાલમાં તો આ શિક્ષકની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.

Latest Stories