New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/Untitled-1-copy-6-1.jpg)
વર્ષ 2015માં થયેલા રમખાણોમાં બે યુવકોની હત્યા કરી દેવામાં આવી હતી
હાંસોટમાં વર્ષ 2015માં ઉત્તરાયણનાં દિવસે કોમી રમખાણ ફાટી નીકળ્યું હતું. જેમાં બે યુવકોની હત્યા થઈ હતી. આ સમગ્ર પ્રકરણમાં ભાગતો ફરતો આરોપી જાવેદ ઘડિયાળી આજરોજ હાંસોટ ખાતેથી એસઓજીનાં હાથે ઝડપાયો હતો.
હાંસોટમાં વર્ષ 2015ના રોજ ઉત્તરાયણના દિવસે 14 મી જાન્યુઆરીએ કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. જેમાં પ્રતિક અને સંદિપ નામના બે યુવકોની હત્યા થઈ હતી. તો અન્ય એક મુસ્લિમ યુવકનું પણ મોત થયું હતું. આ તોફાનો અંગે થયેલી ફરિયાદમાં 25 જેટલા આરોપીઓન નામ હતા. જે પૈકી કેટલાંક શખ્સોની અગાઉ ધરપકડ થતાં કેટલાંકને જામી ઉપર મુક્ત કરવામાં આવ્યા હતા. બાદમાં આ સમગ્ર મામલે સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપવાની પણ માંગ થઈ હતી. આ સમગ્ર પ્રકરણમાં ભાગતો ફરતો મુખ્ય આરોપી આજે ભરૂચ એસઓજી પોલીસનાં હાથે હાંસોટ ખાતેથી ઝડપાઈ ગયો હતો.