New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/9bbf8ccd-889f-432b-a4fa-f5fd1eb78ae9.jpg)
પોલીસે ખેપીયા પાસેથી દારૂ સહિત કુલ રૂપિયા 37500 નો મુદ્દામાલ કબ્જે લીધો
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ખેપીયાને ઝડપી પાડી રૂપિયા 37500નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
પોલીસને મળેલી બાતમીના આધારે અંકલેશ્વર જીઆઈડીસી યોગી ઈસ્ટેટ પાસે પોલીસે વોચ રાખી હતી. તે સમય દરમિયાન સફેદ કલરની એકટીવાને શંકાના આધારે રોકી તેની પુછપરછ કરી હતી. પોલીસે એકટીવાની તલાસી લેતાં તેની ડીકીમાંથી 750 મીલીની ઈંગ્લીશદારૂની 4 બોટલો મળી આવી હતી. જેની કિંમત 500ની એક એમ મળી કુલ 2000 રૂપિયા થાય છે. પોલીસે તેની વધુ પુછપરછ કરતા તેનું નામ અંકલેશ્વર શહેરમાં રહેતો પ્રકાશભાઈ ઉર્ફે મુસો જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી દારૂની 4 બોટલો, એક સેમસંગ કંપનીનો મોબાઈલ અને સફેદ કલરની એકટીવા ગાડીનો મુદ્દામાલ કબ્જે લઈ આગળની તપાસ હાથ ધરી છે