/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/10/11f4925b-043e-40f9-82c5-c904ee9a550d.jpg)
બંસી ગૃહ ઉદ્યોગ દ્વારા બાગબાન કંપનીના પાઉચમાં ડુપ્લીકેટ તમાકુ ભરી વેચાણ કરવામાં આવતું
અંકલેશ્વર જીઆઈડીસીમાં નામાંકિત કંપનીનાં પાઉચમાં ડુપ્લીકેટ તમાકુનું પેકિંગ કરી વેચાણ રવામાં આવતું હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે રેડ કરી રૂપિયા 2 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર ઓદ્યોગિક વસાહતમાં આવેલી અવધ નમકીન બંસી ગૃહ ઉદ્યોગમાં બાગબાન કંપનીના પાઉચમાં ડુપ્લીકેટ તમાકુ ભરી વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી કંપનીના સંચાલકોને મળી હતી. જેના આધારે કંપનીના કોપી રાઈટ અધિકારી હિરેન પટેલને સાથે રાખી જીઆઈડીસી પોલીસે દરોડા પાડયા હતા. જેમાં પોલીસને તમાકુ અને સોપારીનો રૂપિયા 53 હજારનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસ રૂપિયા 1.50 લાખની કિમતનો એક ટેમ્પો પણ સ્થળ ઉપરથી કબજે કરવામાં આવ્યો હતો. આરોપી દ્વારા બ્નાન્ડેડ બાગબાન કંપનીના પાઉચ લાવી તેમાં ડુપ્લીકેટ તમાકુનું પેકિંગ કરવામાં આવતું હતું. ત્યારબાદ તેનું વેચાણ કરવામાં આવતું હતું. જીઆઈડીસી પોલીસે બંસી ગૃહ ઉદ્યોગનાં કર્મચારી હિરેન રામોડીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે