અંકલેશ્વરનાં ગડખોલ ગામ ખાતે નવનિર્મિત પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરતા સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ

New Update
અંકલેશ્વરનાં ગડખોલ ગામ ખાતે નવનિર્મિત પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરતા સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ

અંકલેશ્વર તાલુકાનાં ગડખોલ ગામ ખાતે સર્વ શિક્ષા અભિયાન દ્વારા રૂપિયા 85 લાખનાં ખર્ચે નવનિર્મિત પ્રાથમિક શાળાનાં મકાનનું લોકાર્પણ રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે ભરૂચ નર્મદા મનસુખભાઈ વસાવા, જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અગ્રે, પ્રાંત અધિકારી રમેશ ભાભોરે સહિત ગામના આગેવાનો અને શાળાનો શિક્ષક ગણ સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે લાલા રિબીન કાપીને અને તક્તિનું અનાવરણ કરી શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કર્યુ હતુ.