New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/05/Untitled-design.jpg)
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ ધો.૧૨નાં સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયુ હતુ. જેમાં અંકલેશ્વર-વાલીયા રોડને અડીને આવેલ સી.એમ.એકેડમીનું સામાન્ય પ્રવાહનું ૧૦૦ ટકા અને વિજ્ઞાન પ્રવાહનું ૯૫.૦૨ ટકા પરિણામ આવ્યુ હતુ.
સી.એમ.એકેડમીમાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં કુંજન પરીખ ૯૨.૮૦ ટકા સાથે પ્રથમ, વિશ્રુતી ત્રિવેદી ૯૨.૬૦ ટકા સાથે દ્વિતીય જયારે દેબ્રીતા દત્તા ૯૨ ટકા સાથે ઉતિર્ણ થઈ હતી. જયારે સામાન્ય પ્રવાહમાં ધ્વની પટેલ ૯૩.૨૦ ટકા સાથે પ્રથમ, હેલી શાહ ૯૨.૮૦ ટકા સાથે દ્વિતીય તેમજ કાજલ મદનાની ૯૦.૮૦ ટકા સાથે તૃતીય સ્થાને ઉતિર્ણ થઈ હતી. આમ કુલ પરિણામમાં છોકરીઓ મેદાન મારી ગઈ હતી.
સી.એમ.એકેડમીના આચાર્ય અમર શ્રીવાત્સવે તમામ ટોપર્સને શુભેચ્છા પાઠવી હતી.