અંકલેશ્વરના વિદ્યાર્થી અને તેના કોચનો હોંગકોંગ ખાતે યોજાયેલ સ્કેટિંગની ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપમાં ઉત્કૃષ્ટ દેખાવ

New Update
અંકલેશ્વરના વિદ્યાર્થી અને તેના કોચનો હોંગકોંગ ખાતે યોજાયેલ સ્કેટિંગની ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપમાં ઉત્કૃષ્ટ દેખાવ

અંકલેશ્વરના વિદ્યાર્થી અને તેના કોચે હોંગકોંગ ખાતે યોજાયેલ સ્કેટિંગની ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી ભરૂચ જીલ્લાનું ગૌરવ વધાર્યું છે.

તાજેતરમાં હોંગકોંગ ખાતે સ્કેટિંગની ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપ યોજાઈ હતી જેમાં અંકલેશ્વરની ગાર્ડન સીટીમાં રહેતા અને પી.પી.સવાણી શાળામાં અભ્યાસ કરતા રુદ્ર રાવલ તેમજ તેના સ્કેટિંગ કોચ હેમાંગ સોનીએ ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. આ સ્કેટિંગની ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપમાં રુદ્ર રાવલે ચોથો ક્રમ તો તેના કોચ હેમાંગ સોનીએ ત્રીજો ક્રમ હાસલ કર્યો હતો.આ ચેમ્પિયન શીપમાં વિવિધ દેશના ૩૦૦થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.