અંકલેશ્વરની ગજાનંદ સોસાયટીમાં હાથફેરો કરતા તસ્કરો

New Update
અંકલેશ્વરની ગજાનંદ સોસાયટીમાં હાથફેરો કરતા તસ્કરો

અંકલેશ્વર શહેરની ગજાનંદ સોસાયટીમાં પટેલ પરિવાર ઘરનાં ઉપરનાં માળે નીંદરમાં હતો અને તસ્કરો ચોરીને અંજામ આપીને અંધારામાં ઓગળી ગયા હતા.

જાણવા મળ્યા મુજબ અંકલેશ્વર શહેરની ગજાનંદ સોસાયટીનાં ઘર નંબર A - 29 - 1માં રહેતા કેતન રામદાસભાઈ પટેલ પરિવારજનો સાથે ઘરનાં ઉપરનાં માળે નિંદરમાં હતા, અને આ તકનો લાભ લઈને તસ્કરોએ તેઓનાં ઘરને નિશાન બનાવ્યું હતુ.publive-imageતસ્કરોએ ઘરના દરવાજાનો નકુચો તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા. અને કબાટમાં મુકેલા સોના ચાંદીનાં દાગીના તેમજ રોકડ રૂપિયા મળીને અંદાજીત 2 લાખ કરતા પણ વધુની માલમત્તા ચોરી કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

અંકલેશ્વર શહેર પોલીસે ચોરી અંગેની ફરિયાદ દર્જ કરવાની તજવીજ હાથધરી છે, અને તપાસ શરુ કરી છે.