અંકલેશ્વરની જે.એન. પીટીટ લાયબ્રેરી ખાતે રંગોળીનું આર્કષણ
BY Connect Gujarat18 Aug 2019 6:50 AM GMT

X
Connect Gujarat18 Aug 2019 6:50 AM GMT
અંકલેશ્વરમાં આવેલી જે.એન.પટીટ લાયબ્રેરી ખાતે 73મા સ્વાતંત્ર પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. ડૉ. ડેલઝાદ અંકલેશ્વરિયાના હસ્તે દેશની આન, બાન અને શાન સમાન તિરંગાને ફરકાવવામાં આવ્યો હતો.
સ્વાતંત્ર પર્વની ઉજવણીનું મુખ્ય આર્કષણ દેશભકિતનો ચિતાર આપતી રંગોળી રહી હતી. દીપા પરિમલ તથા તેમના પતિએ તૈયાર કરેલી રંગોળીએ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતાં. હર્ષોલ્લાસ અને દેશભકિતના માહોલ વચ્ચે લાયબ્રેરી ખાતે સ્વાતંત્ર પર્વની ઉજવણી સંપન્ન થઇ હતી.
Next Story