/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/maxresdefault-18.jpg)
દેશભરમાં ચોટલીકાંડે અનેક રહસ્યો સર્જાયા છે, રાજસ્થાન ,હરિયાણા ,દિલ્હી ,ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં ચોટલીકાંડે મહિલાઓમાં ભારે ભયનો માહોલ સર્જી દીધો છે.ત્યારે અંકલેશ્વરમાં પણ 24 કલાકમાં આ પ્રકારની બે આશ્ચર્યજનક ઘટનાઓ બનવા પામી છે.
મહિલાઓને બિલાડી દેખાય અને ત્યારબાદ લાલા સાડીમાં ભેદી રીતે મહિલા દેખાય અને જેતે મહિલાની ચોટલી કપાય જાય તેવી ઘટનોએ લોકોમાં રહસ્યના વમળો સર્જ્યા છે,ત્યારે અંકલેશ્વરમાં ચોટલીકાંડ બાદ લોકોએ મહિલાઓની સુરક્ષા માટે ઘરની બહાર લીંબુ મરચા ,લીમડો બાંધીને ઘર પર ચોકી બનાવી છે,જેથી કોઈ ભેદી શક્તિ ઘરમાં પ્રવેશ ન કરી શકે.
દેશભરમાં ચકચાર જગાવનાર ચોટલીકાંડનું રહસ્ય ખુબજ ઘેરુ બનતુ જાય છે,ત્યારે આ ભેદી બનાવો અંગે પોલીસ તંત્ર દ્વારા પણ યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ પણ લોકો કરી રહ્યા છે,અજાણ્યા ભય હેઠળ રહેતા લોકોમાં એકજ ચર્ચા છે કે શું સાચેજ કોઈ ભેદી શક્તિ આ પ્રકારની ઘટનાને અંજામ આપી રહી છે કે પછી કોઈ તોફાની તત્વોનો આમ હાથ છે,તેવી અસમંજસ પણ લોકો અનુભવી રહ્યા છે.