/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/07/maxresdefault-80.jpg)
બનાસકાંઠામાં વરસાદી તારાજીએ ભારે વિનાશ વેર્યો છે, ત્યારે પૂર અસરગ્રસ્ત લોકોની વહારે સેવાભાવી સંસ્થાઓ સહિત લોકો આવી રહ્યા છે. અંકલેશ્વરના મિત્રો દ્વારા પણ 20000 ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ સરદાર પટેલ સમાજની વાડી ખાતે કિરીટભાઈ ભુવા, ભરતભાઈ ફુલેત્રા, પંકજભાઈ વામજા, ધીરુભાઈ નારિયા સહિતનાં મિત્રોએ ભેગા મળીને ગાંઠિયા અને બુંદીનાં 20000 જેટલા પેકેટો તૈયાર કર્યા છે. અને જિલ્લા કલેકટરનાં માર્ગદર્શન હેઠળ ફૂડ પેકેટ મોકલીને સેવાની સુવાસ પ્રસરાવી છે.
આ મિત્રોની ટોળીએ ગાંઠિયા બનાવવાનાં મશીનથી ગાંઠિયા બનાવીને કુદરની થપાટથી નિરાધાર બનેલા લોકોને મદદરૂપ થઇ રહ્યા છે. આ અંગે કિરીટ ભુવાએ જણાવ્યુ હતુ કે અમે મિત્રો, યુવાનોએ ભેગા મળીને 20000 ફૂડપેકટ તૈયાર કર્યા છે, જે જિલ્લા કલેકટરનાં માર્ગદર્શ હેઠળ બનાસકાંઠા મોકલવામાં આવશે.