અંકલેશ્વરમાં મહિલાએ એસિડ ગટગટાવીને જીવનલીલા શંકેલી

New Update
અંકલેશ્વરમાં મહિલાએ એસિડ ગટગટાવીને જીવનલીલા શંકેલી

અંકલેશ્વર શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતી 29 વર્ષીય પરિણાતાએ કોઈક અગમ્ય કારણોસર એસિડ પીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી.

અંકલેશ્વર શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતેની ગંગાજમના સરસ્વતી સોસાયટીમાં રહેતી 29 વર્ષીય ચંદાબેન પીન્ટુભાઇ પ્રસાદે પોતાના ઘરે કોઈક અગમ્ય કારણોસર એસિડ પી લીધુ હતુ,તેણીને ગંભીર હાલતમાં સારવાર અર્થે સુરતની હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ ચંદાબેને હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથધરી છે.