અંકલેશ્વરમાં મોબાઈલ શોપમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

New Update
અંકલેશ્વરમાં મોબાઈલ શોપમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

અંકલેશ્વર ગડખોલ પાટીયા પાસેની મોબાઈલ શોપ માંથી 6 નંગ મોબાઈલ ફોનની ચોરી થઇ હતી, જે ઘટનામાં પોલીસે બે યુવકોની ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી હતી.

અંકલેશ્વર ગડખોલ પાટીયા પાસે આવેલ શ્રીજી મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિકસનું તારીખ 07 / 07 / 2017ની રાત્રીએ તસ્કરોએ શટર તોડીને રૂપિયા 1.12 લાખની કિંમતનાં 6 નંગ મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

જે અંગે શહેર પોલીસે ફરિયાદ નોંધી હતી. જોકે તાજેતરમાં જ ભરૂચ એલસીબી પોલીસે રાહુલ વસંત શર્મા અને હરેશ રયજી વસાવાની ચોરીના ગુનામાં ધરપકડ કરી હતી. બંને આરોપીઓની પોલીસ દ્વારા સઘન પુછપરછ કરવામાં આવતા આરોપીઓ એ અંકલેશ્વર શ્રીજી મોબાઈલ શોપમાં ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

જેને પગલે અંકલેશ્વર શહેર પોલીસે રાહુલ શર્મા અને હરેશ વસાવાની ભરૂચ પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટ સાથે ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી હતી.