/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/dsfsf.jpg)
અંકલેશ્વર વાલિયા રોડ ઉપર હેક્ષોન આર્કેડની સામેની બાજુ આવેલ વરસાદી કાંસમાં દુર્ગંધ મારતા પાણીમાં ડૂબી જવાના પગલે બે ભેંસોના મોતના પગલે અનેક તર્કવિતર્ક સર્જાવા પામ્યા છે.
પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર આજે સવારે અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર આવેલ હેક્ષોન આર્કેડની સામેની બાજુ જી.આઇ.ડી.સી કોલોની જવાના માર્ગની સામે આવેલ વરસાદી કાંસમાંથી અતિ દુર્ગંધ મારતા પાણીમાં બે ભેંસો ચરતી ચરતી પાણીમાં પડી હતી.જેમાં કાંસમાંનું પાણી પી જવાના પગલે મોતને ભેટી હતી. આ ઘટના ના પગલે આવી રહેલ અતિ દુર્ગંધના કારણે લોકટોળા તેમજ આહિર સમાજના લોકો ઘટના સ્થળે એકત્રીત થયા હતા અને આ ભેંસ કેવી રીતે મોતને ભેટી તેના વિષે અનેક તર્ક લગાવવા સાથે આ ભેંસનો માલિક કોણ છે અને તેણે માવતર તરીકે આ મુંગા પશુની માવજત કેમ ના કરી જેવી વાતો ટોક ઓફ ધ ટાઉન બનવા પામી હતી.
.