અંકલેશ્વર:શાંતિધામ સ્મશાન નજીક ઇંટોના ભઠ્ઠા પાસે જુગાર રમતા પાંચ ખેલી ઝડપાયા

New Update
અંકલેશ્વર:શાંતિધામ સ્મશાન નજીક ઇંટોના ભઠ્ઠા પાસે જુગાર રમતા પાંચ ખેલી ઝડપાયા

અંકલેશ્વર શહેર પોલીસે શાંતિ ધામ સ્મશાન ગૃહ નજીકના ઈટના ભઠ્ઠા પાસે જુગાર રમતા પાંચ જુગારીયાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેરના રામકુંડ સ્થિત શાંતિ ધામ સ્મશાન ગૃહ નજીક આવેલ ઈટના ભઠ્ઠા પાસે કેટલાક જુગારીયાઓ જુગાર રમી રહ્યા છે જેવી બાતમીને આધારે શહેર પોલીસે દરોડો પાડી સ્થળ પરથી રોકડા રૂપિયા ૧૩ હજાર અને બે સ્કૂટર મળી કુલ ૪૬ હજારથી વધુના મુદ્દામાલ સાથે ગોયા બજારના દેસાઈ ફળિયામાં રહેતા પાર્થ દિનેશભાઇ ભરૂચી અને કરોડિયાવાડના રંગરેજ ગલીમાં રહેતા પ્રતીક કમલેશભાઈ શ્રીવાસ્તવ સહીત પાંચ જુગારીયાઓને ઝડપી પાડી તમામ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.