અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત માંથી એસએસનાં સ્ક્રેપ સાથે ભંગારીયાની અટકાયત કરતી પોલીસ

New Update
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત માંથી એસએસનાં સ્ક્રેપ સાથે ભંગારીયાની અટકાયત કરતી પોલીસ

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતનાં ખુલ્લા પ્લોટ માંથી પોલીસે એસએસનાં ભંગાર સાથે એક ભંગારીયાની અટકાયત કરીને રૂપિયા 1.19 લાખ ઉપરાંતનો સામાન જપ્ત કર્યો હતો.

Advertisment

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતનાં પ્લોટ નંબર 4514 / A ખાતે ખુલ્લા પ્લોટમાં એસએસનો ભંગાર મોટી માત્રામાં હોવાની માહિતી જીઆઇડીસી પોલીસને મળી હતી, જેનાં આધારે પોલીસે તપાસ કરતા 1195 કિલો એસએસનો ભંગાર મળી આવ્યો હતો.

પોલીસે ગેરકાયદેસર રીતે એસએસનો ભંગાર રાખનાર સમીરખાન હાફિઝખાન પઠાણ રહે A / 1 ગુલશન ફૈઝ સોસાયટી, અંકલેશ્વરનાં ઓ ને આ અંગે પુછપરછ કરવામાં આવતા તે પોલીસને યોગ્ય પ્રત્યુત્તર આપી શક્યો નહોતો.

તેથી પોલીસે સમીરખાન પઠાણની અટકાયત કરીને રૂપિયા 1,19,500નો એસએસનો ભંગાર જપ્ત કરી આ ભંગાર ચોરીનો હોવાની આશંકાને આધારે તપાસ શરૂ કરી છે.