New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/29a456be-5d29-42dc-b5ca-26926d6cd47c.jpg)
અંક્લેશ્વર જીઆઇડીસી ખાતેનાં ડી એ આનંદપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધામાં 100 થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. સ્પોર્ટસ કોમ્પલેક્ષના કન્વીનર દિનેશ પટેલના હસ્તે તરણ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે સ્પોર્ટસ કોમ્પલેક્ષનાં ક્રિષ્ણા મહારાવલજી, નિરીક્ષકો, સ્વિમિંગનાં કોચ સહિત ખેલ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.