અંકલેશ્વર તાલુકાના જુના પુનગામે ઈંટના ભઠ્ઠાની ઓફિસમાં થયેલ લૂંટ અને મારામારીની ઘટના મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી સાચી દિશામાં તપાસ  કરવાની માંગ કરવામાં આવી છે.

આજરોજ અંકલેશ્વરના શક્કરપોર બોરભાઠા ખાતે રહેતા જીવરામ વસાવા અને આદિવાસી સમાજના આગેવાનોએ આપેલા આવેદનપત્રમાં  જણાવ્યા અનુસાર ગત તારીખ 20મી ઓગસ્ટના રોજ જુના પુનગામે ઈંટનો ભઠ્ઠો ચલાવતા રાજેશ નટવરભાઈ પ્રજાપતિના ઈંટના ભઠ્ઠા પાસે આવેલ ઓફિસ ખાતે  જુના શક્કરપોર ગામના જીવરામ રાયજીભાઈ વસાવા,આકાશ જીવરામભાઈ વસાવા સહીત અન્ય બે ઈસમોએ ધસી આવી રાજેશ પ્રજાપતિ પર  હુમલો કરી તેઓને મારમારી  ૧ લાખ રોકડા અને સોનાની ચેઈન મળી કુલ ૧.૭૫ લાખની લૂંટ કરી કરી હોવાની અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આ ફરિયાદ ખોટી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને રાકેશ પ્રજાપતિએ શક્કરપોર બોરભાઠાના 10 ખેડૂતો પાસે ઈંટના ભઠ્ઠા માટે માટીની જરૂર પડતી હોવાથી જમીન લીધી હતી. જેના રૂપિયા નહીં આપતો હોવાની જાણ ખેડૂતોએ આગેવાન જીવરામ રાયજીભાઈ વસાવાને કરતા તેઓએ રાકેશ પ્રજાપતિ અને તેઓના પિતા નટવર પ્રજાપતિને ફોન પર ખેડૂતોના બાકી રૂપિયા ચુકતા કરવા જણાવ્યું હતું.

જે મુદ્દે તેઓએ જીવરામ વસાવાને ભઠ્ઠા પર બોલાવ્યા હતા. જ્યાં ભઠ્ઠાના માલિકે પોતે ગોવા ગયા હતા. જ્યાં રૂપિયા ખર્ચ થઇ ગયા હોવાનું કહેતા જીવરામ વસાવાએ ગોવા ફરવા જવાય છે તો ખેડૂતોને કેમ રૂપિયા અપાતા નથી. તેમ કહેતા ઉશ્કેરાયેલા ભઠ્ઠાના માલિકે તેઓ જાતિ વિષયક શબ્દો ઉચ્ચારી  મારામારી કરતા જીવરામ વસાવાના પુત્રોએ આવી  છોડાવ્યા હતા. જે બાદ ભઠ્ઠાના માલિકે જીવરામ વસાવા અને તેઓના બે પુત્રો સહીત અન્ય બે યુવાનો વિરુદ્ધ તાલુકા પોલીસે લૂંટ અને મારામારીની ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદ ખોટી હોવાના આક્ષેપ કરી ભઠ્ઠા પાસે લગાવેલ સીસીટીવી ફૂટેજ મળેવી ન્યાયિક અને સાચી દિશામાં તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here