/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/WhatsApp-Image-2016-12-02-at-3.11.55-PM.jpeg)
વડોદરા થી સુરત તરફ જતી મેમુ ટ્રેન અંકલેશ્વર પાનોલી વચ્ચે પાટા પરથી ખડી પડી હતી.જેના કારણે યાત્રીઓ માં ફફડાટ વ્યાપી ગયો હતો.તેમજ રેલવ્યહાર પણ પ્રભાવિત થયો હતો.
જાણવા મળ્યા મુજબ વડોદરા થી સુરત તરફ જતી મેમુ ટ્રેન અંકલેશ્વર રોકાણ કર્યા બાદ રવાના થઇ હતી.અને રેલવે ટ્રેક ઉપર દોડતી મેમુ પાનોલી પહોંચે તે અગાઉ અચાનક પાટા પરથી ખડી પડી હતી.
અચાનક બનેલી ઘટના ના પગલે રેલવે મુસાફરો માં ફફડાટ વ્યાપી ગયો હતો.અને રેલવે વિભાગ ને જાણ થતા રેલવે ની ટેક્નિકલ ટીમો તાબડતોબ ઘટના સ્થળ પર દોડી આવી હતી.અને યુદ્ધના ધોરણે મેમુ ટ્રેન ને પાટા પર દોડાવવા માટે ના પ્રયાસો હાથધર્યા છે.
ઉલ્લેખનીય છે કે મેમુ ના અકસ્માત ના પગલે રેલવે વ્યવહારને પણ અસર પહોંચી હતી.