New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/dcec8ba3-1872-47c0-b905-c4a173a83346.jpg)
અંકલેશ્વર અને જીઆઇડીસી પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવેલ વિદેશી શરાબનાં જથ્થા પર રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો.
અંકલેશ્વર શહેર પોલીસ અને જીઆઇડીસી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ વિદેશી શરાબની કુલ બોટલો 7000 કિંમત રૂપિયા 7.27 લાખનાં મુદ્દામાલનો કડકિયા કોલેજની અવાવરુ જગ્યામાં નાશ કરવામાં આવ્યો હતો.
જેમાં પ્રાંત અધિકારી રમેશ ભગોરા, મામલતદાર, ASP રવિ મોહન સૈની,શહેર પોલીસ મથકનાં પીઆઇ રાણા, જીઆઇડીસી પોલીસ મથકના પીઆઇ આર.કે. ધુળીયા સહિત પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં બોટલો પર રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો.