અંકલેશ્વરના મંગલમ રેસિડેન્સીના એક મકાનને તોફાની તત્વોએ ફરી એકવાર ટાર્ગેટ બનાવી આતંક મચાવ્યો છે.મંગલમ રેસિડેન્સીમાં આવેલ 302 નંબરના મકાનમાં બુટને એક લાઇનમાં મૂકી તે ઘરને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ મામલે પરિવારે પોલીસ પર આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે, જો પોલીસ સમયસર આવી હોત તો, કદાચ તોફાની તત્વોની અટકાયત થઈ હોત. પ્રાથમિક અનુમાન દ્વારા કહી શકાય કે પારિવારિક અદાવતને લઈ એક જ પરિવારને કરાયો હોય ટાર્ગેટ, જોકે આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી છે.

 

LEAVE A REPLY