/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/01/wockhardt2-k0tG-621x414@LiveMint.jpg)
અંકલેશ્વર સ્થિત વોકાર્ડના યુનિટને જર્મન આરોગ્ય નિયમનકાર દ્વારા ક્લીન ચીટ આપવામાં આવી હતી. જેની સાથે શેર માર્કેટમાં તેના શેરના ભાવમાં વધારો જોવા મળ્યો હતો.
સૂત્રીય માહિતી અનુસાર જર્મનીની ઓથોરિટી દ્વારા વોકાર્ડના 138, જીઆઇડીસી એસ્ટેટ અંકલેશ્વર ખાતેના એકમના ઉત્પાદન પ્રેક્ટિસ અંગે પુષ્ટિ કરવામાં આવી હતી.જે મુજબ તે ગુડ્સ ઉત્પાદનના સિદ્ધાંતો અને માર્ગદર્શિકા સાથે સુસંગતતા ધરાવે છે તેવું જણાતા વોકાર્ડને યુરોપિયન યુનિયન ગુડ ઉત્પાદન પ્રેક્ટિસ પ્રમાણપત્ર આપવામાં આવ્યુ હતુ.
વધુમાં આ પ્રમાણપત્ર ત્રણ વર્ષ માટે માન્ય ગણાશે જેને પગલે કંપની સમગ્ર યુરોપિયન યુનિયનમાં તેની પ્રોડક્ટ વેચી શકશે.
મળતી માહિતી પ્રમાણે તાજેતરમાં જ યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન તરફથી ફાર્માસ્યુટિકલ પ્લાન્ટને ચેતવણી પત્ર મળ્યો હતો.પરંતુ ચેરમેન હબીલ ખોરાકીવાલાના જણાવ્યા અનુસાર તેનાથી યુરોપ અને વિશ્વના અન્ય દેશોમાં તેના પુરવઠા પર કોઈ અસર નહિ પડે.