/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/WhatsApp-Image-2019-07-18-at-1.54.51-PM.jpeg)
અંકલેશ્વર ખાતે કાર્યરત શ્રવણ વિદ્યાધામ ખાતે તા.૧૮મીના રોજ પૂર્વ પ્રાથમિક વિભાગમાં “ગોગલ્સ ડે”ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે બોસ્કીબેન મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં શાળાના પમુખ કિશોરભાઇ સુરતી, મંત્રી કિરણભાઈ મોદી, આચાર્યા દિપિકાબેન મોદી તમામે હાજર રહી બાળકોને પ્રોત્સાહીત કર્યા હતા.
“ગોગલ્સ ડે” કાર્યક્રમની ઉજવણી પ્રસંગે શાળાના નાના ભુલકાઓ દ્વારા ડાન્સ પણ રજૂ કર્યો હતો.જેમાં મુખ્યમહેમાન બોસ્કીબેને પણ નાના ભૂલકાઓ સાથે ડાન્સની મઝા માણી બાળકોને પ્રોત્સાહીત કર્યા હતા.”ગોગલ્સ ડે”ની ઉજવણી પ્રસંગે બાલકોએ વિવિધ એક્ટીવિઝ માટેના અલગ-અલગ ગોગલ્સ વિષેની માહિતી આપી બાળકોએ ભેગા મળી ખુબ આનંદ પૂર્વક ડેની ઉજવણી કરી હતી.