Top
Connect Gujarat

અંકલેશ્વર ONGC ખાતે 71માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ

અંકલેશ્વર ONGC ખાતે 71માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ
X

અંકલેશ્વર ONGC ખાતે દેશની આન - બાન - શાનનાં પ્રતિક રાષ્ટ્રઘ્વજ લહેરાવીને એસેટ મેનેજર પી કે દિલીપે સલામી આપી હતી.

અંકલેશ્વર ONGCનાં કેન્દ્રીય વિદ્યાલયનાં વિશાળ મેદાન ખાતે દિલ્હીનાં લાલા કિલ્લા પર યોજાતા સ્વતંત્રતા દિવસની ઉજવણીના પ્રતિક સમાન 71માં આઝાદી પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે એસેટ મેનેજર પી કે દિલીપે સંબોધન કરીને સૌને સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવી હતી.

જ્યારે ONGCની સુરક્ષા કરતા CISF, સિક્યુરિટીગાર્ડ ,શાળાના બાળકો તેમજ ONGC ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પરેડ યોજી હતી. અને એસેટ મેનેજર પી કે દિલીપે પરેડનું નિરીક્ષણ કર્યુ હતુ. આ ઉપરાંત ONGCના શાળાના બાળકોએ દેશ ભક્તિ ગીત પર સુંદર કૃતિઓ રજુ કરીને ઉપસ્થિત સૌ કોઈને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.

Next Story
Share it