અંક્લેશ્વર શહેર પો.સ્ટે. ના ટ્રાન્સફોર્મર ચોરીના ગુનાના આરોપીને ઝડપી પાડતી ભરૂચ LCB

New Update
અંક્લેશ્વર શહેર પો.સ્ટે. ના ટ્રાન્સફોર્મર ચોરીના ગુનાના આરોપીને ઝડપી પાડતી ભરૂચ LCB

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક તરફ્થી ભરૂચ જીલ્લામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી શોધી કાઢવા મળેલ સુચના અન્વયે ભરૂચ એલ.સી.બીના પોલીસ ઇન્સ્પેકટરના માર્ગદર્શન હેઠળ એલ.સી.બીના ટીમના પોલીસ માણસો અંક્લેશ્વર શહેર પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલિંગમાં હતા.

દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, અંક્લેશ્વર શહેર ગુનાના કામનો નાસતો-ફરતો આરોપી પ્રદીપ ઉર્ફે ટીનો જગદીશભાઇ વસાવા રહે-હનુમાન ફળીયુ આંબોલીગામ તા-અંકલેશ્વર જી-ભરૂચનો ભરૂચી નાકા રીક્ષા સ્ટેન્ડ પાસે આવનાર છે. જે હકીકત આધારે વોચમાં રહી નાસતા-ફરતા આરોપી પ્રદીપ ઉર્ફે ટીનો જગદીશભાઇ વસાવા રહે-હનુમાન ફળીયુ આંબોલીંગામ તા-અંકલેશ્વર જી- ભરૂચ નાને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી અંક્લેશ્વર શહેર પો.સ્ટે. મા સોંપવામાં આવ્યો છે અને તેના વિરૂધ આગળ ની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

Latest Stories