Top
Connect Gujarat

અક્ષય કુમાર અને બોબી દેઓલ સાત વર્ષ બાદ ફરી રૃપેરી પડદે સાથે દેખાશે

અક્ષય કુમાર અને બોબી દેઓલ સાત વર્ષ બાદ ફરી રૃપેરી પડદે સાથે દેખાશે
X

અક્ષય કુમાર અને બોબી દેઓલ સાત વર્ષ બાદ ફરી રૃપેરી પડદે ધમાલ મચાવશે. ફિલ્મ હાઉસફુલ ૪માં આ બન્ને અભિનેતાઓ ફરી સાથે દેખાશે.

અક્ષય અને બોબી છેલ્લે ફિલ્મ થેન્કયુમાં સાથે દેખાયા હતા. બોબીએ આ ફિલ્મમાં સોનમ કપૂરના પતિની ભૂમિકા ભજવી હતી. આ પહેલા આ અભિનેતાઓએ ફિલ્મ અજનબી, દોસ્તી : ફ્રેન્ડસ રોક એવર, અબ તુમ્હારે હવાલે વતન સાથિયોમાં સાથે કામ કર્યું છે.

બોબી રૃપેરી પડદે હવે ફરી સક્રિય થઇ રહ્યો છે. એક સમયે તેની ફિલ્મો ેબોક્સ ઓફિસ પર હિટ જતી હતી. પરંતુ પછીથી તે ફિલ્મોથી દૂર જતો રહ્યો હતો. જોકે તે હવે અક્ષય સાથે ફરી જોડી જમાવી રહ્યો હોવાથી તેની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

Next Story
Share it