/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/09/CpENCSGWcAAf1vx.jpg)
અજય દેવગનની મહત્વકાંક્ષી ફિલ્મ ‘શિવાય’ અને કરણ જોહરની ‘એ દિલ હૈ મુશ્કિલ’ 28 ઓક્ટોમ્બરના રોજ એક સાથે રીલિઝ થશે. ત્યારે બોલિવૂડ અભિનેતા અજય દેવગને આરોપ લગાવ્યો છે કે તેની ફિલ્મ ‘શિવાય’ વિરુદ્ધ કરણ જોહર અને ફિલ્મ વિવેચક કમાલ ખાનની સાથે મળીને કોઇ ષડયંત્ર ઘડી રહ્યા છે.
આ અંગે અજય દેવગને મીડિયાને આપેલી ટેપમાં કમાલ ખાને કથિત રીતે એવું સ્વીકારતો જણાય છે કે ‘એ દિલ હૈં મુશ્કિલ’ના સારા રિવ્યુ માટે કરણ જોહર તરફથી તેને 25 લાખ રૂપિયા મળ્યા હોવાનું જાણવા મળે છે.
અજય દેવગને પ્રેસ રીલિઝમાં જણાવ્યું છે કે કમાલ ખાન તેની ફિલ્મને નૂકસાન પહોંચાડી રહ્યો છે. આ અંગે અજય દેવગને ‘શિવાય’ના સહ નિર્માતા કુમાર મંગત અને કમાલ ખાન વચ્ચેની વાતચીતની કથિત ઓડિયો ટેપ પણ મીડિયામાં આપી હતી.
અજય દેવગન દ્વારા ટ્વિટર એકાઉન્ટ પરથી પણ આ અંગે જણાવવામાં આવ્યું હતું.