New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/07/ajay.jpg)
અભિનેતા અજય દેવગણના નિર્માણ હાઉસ એક ફિલ્મ પ્રોડકશન્સે વોટરગેટ પ્રોડક્શન્સ સાથે ભાગીદારી કરી રિજનલ અને હિન્દી ફિલ્મો બનાવવાનો નિર્ણય કર્યો છે.
અજય દેવગણનું નિર્માણ હાઉસ એક મરાઠી ફિલ્મ બનાવવાનું છે. આ ફિલ્મનું દિગ્દર્શક સતિષ રજવાડે કરવાના છે. ફિલ્મમાં લીડ રોલ તેમ જ ફિલ્મના સહનિર્માતા નાના પાટેકર નિભાવવાના છે. આ ફિલ્મમાં અજય દેવગણ કેમિયો રોલ ભજવવાનો છે.
આ ફિલ્મ બાદ અન્ય પ્રાદેશિક ભાષાઓની ફિલ્મોમાં પણ અજય નસીબ અજમાવવાનો છે. આ પહેલી મરાઠી ફિલ્મ હશે જેમાં અભિનેતા અજય દેવગણ ટચુકડી ભૂમિકામાં હાજરી આપવાનો છે. ફિલ્મ માટે વિશેષ રીતે અજય મરાઠી ભાષાનું જ્ઞાન મેળવી રહ્યો છે.