New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/88-2.jpg)
એક જ સપ્તાહની અંદર મોરના મોતની બે ઘટનાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે ખુદ સ્થાનિક ધારાસભ્ય એ માંગ કરી છે.
આ અંગે ધારાસભ્ય પી.એમ.જાડેજાએ જણાવ્યું કે સરહદી વિસ્તારોમાં આડેધડ રીતે પવનચકીઓ અને ઔધોગિક એકમોને અપાઈ રહેલી આડેધડ મંજૂરીથી આવા બનાવો વધી રહ્યા છે. પીજીવીસીએલ ના જર્જરિત વાયરો પક્ષીઓના મોતનું કારણ બન્યા છે.અબડાસા વિસ્તારમાં ઝાડીઓના આડેધડ નિકંદન થી પક્ષીઓ નાછૂટકે વીજ વાયરો પર આશરો લે છે જે તેમના માટે યમદૂત બને છે વર્ષો જુના પીજીવીસીએલ ના વીજ વાયરો બદલવા માટે અનેક વખત રજુઆત કરાઈ છે છતાં પગલાં ન લેવાતા વધુ એક મોર નું આજે મોત નીપજ્યું છે.છેલ્લા એક જ સપ્તાહમાં આ વિસ્તાર માં બે રાષ્ટ્રીય પક્ષીઓના મોત નિપજ્યા છે.