અભિષેક અને ઐશ્વર્યા પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે

New Update
અભિષેક અને ઐશ્વર્યા પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન રૃપેરી પડદે ફરી સાથે દેખાય તેવી સંભાવના છે. જોકે ઐશ્વર્યાએ આ ફિલ્મની સ્ક્રિપ્ટમાં થોડા ફેરફારના સૂચન કર્યા છે. એ થયા પછી જ ફિલ્મ સાઇન કરશે.જો આમ થશે તો આ રિયલ કપલ આઠ વરસ બાદ રીલ લાઇફમાં ફરી સાથે જોવા મળશે.

'' એશ્વર્યા અને અભિષેક બન્ને આ ફિલ્મમાં કામ કરવા રાજી છે. જોકે અભિનેત્રીએ સ્ક્રિપ્ટમાં થોડા ફેરફારના સૂચન કર્યા છે. જો બધુ સમુસૂથરું પાર પડશે તો આ યુગલ આઠ વરસે ફરી રૃપેરી પડદે સાથે દેખાશે. આ ફિલ્મમાં પતિ-પત્ની બન્ને પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ ઉત્તરપ્રદેશમાં પોલીસ પર આધારિત બનાવામાં આવશે.