અમદાવાદ કરમાળી વચ્ચે વિશેષ ગણપતિ ટ્રેન દોડાવાશે

New Update
અમદાવાદ કરમાળી વચ્ચે વિશેષ ગણપતિ ટ્રેન દોડાવાશે

આગામી ગણેશ ચતુર્થીના પર્વને ધ્યાને લઈને અમદાવાદ થી કરમાળી વચ્ચે વિશેષ દ્રિ - સાપ્તાહિક ટ્રેન વધારાના ભાડા સાથે દોડાવવાનો નિર્ણય પશ્ચિમ રેલવે દ્રારા લેવામાં આવ્યો છે.

09416 અમદાવાદ કરમાળી ટ્રેન અમદાવાદથી સોમવારે અને ગુરુવારે 16.00 કલાકે ઉપડશે, જે બીજા દિવસે અનુક્રમે મંગળવારે અને શુક્રવારે 15.00 કલાકે કરમાળી પહોંચશે, આ ટ્રેન 21.24.28 અને 31 ઓગષ્ટનાં રોજ તેમજ જ સપ્ટેમ્બરના રોજ ઉપડશે.

ગણપતિ

જ્યારે આ ટ્રેન 09415 કરમાળી થી અમદાવાદ માટે દર મંગળવારે અને શુક્રવારે 20.30 કલાકે ઉપડશે જે બીજા દિવસે 18.30 કલાકે અમદાવાદ પહોંચશે,આ ટ્રેન 22.25.29 ઓગષ્ટે તેમજ 1 અને 5 સપ્ટેમ્બરનાં રોજ ઉપડશે.