Connect Gujarat
Featured

અમદાવાદ : કોરોનાનું સંક્રમણ રોકવા લદાયો કરફયુ, અમદાવાદમાં બસ સેવા બંધ

અમદાવાદ :  કોરોનાનું સંક્રમણ રોકવા લદાયો કરફયુ, અમદાવાદમાં બસ સેવા બંધ
X

કોરોના વાયરસના કેસ વધી જવાના કારણે અમદાવાદ માં રાત્રીના 9 વાગ્યા થી 57 કલાકનો કરફ્યુ શરૂ થયો છે ત્યારે શહેરમાં આવતી અને બહાર જતી એસટી બસ સેવા પણ પ્રભાવિત થઈ છે શહેરમાંથી બહાર અને અંદર આવતી એસટી બસ પણ સંપૂર્ણ બંધ કરવામાં આવી છે જેને કારણે અનેક લોકો અટવાયા છે

શહેરના સૌથી મોટા ગીતા મંદિર એસટી બસ ડેપો આજે સુમસામ છે અહીથી રાજયના મોટા અને નાના શહેરોને જોડતી એસટી સેવાઓ મળે છે પણ કરફ્યુ ને કારણે ગીતા મંદિર બસ ડેપો માં સન્નાટો છે અમદાવાદમાં એસટી બસ ને ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે સુરત રાજકોટ સહિત દરેક ડેપોમાંથી બસ સેવાઓ સોમવારે સવારે 6 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવી છે. શહેરમાં કરફ્યુ ના અમલ ની સાથે બસ સેવા સંપૂર્ણ બંધ થઈ છે એસટી ડેપો દ્વારા કેહવામુ આવ્યું છે કે અત્યારે સોમવાર સુધી સેવાઓ બંધ રાખવામાં આવી છે આગળ નો નિર્ણય સ્થિતિ ની સમીક્ષા કરી કરવામાં આવશે.

Next Story