/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/vlcsnap-2019-06-25-14h43m26s508.png)
આગામી અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા સમગ્ર દેશમાં યોજાવાની છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ તેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ભગવાન જગન્નાથજીની યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં નિકળે તે માટે જિલ્લા પોલિસ તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઇ હતી, જેમાં પોલિસનો સ્ટાફ જોડાયો હતો.
અરવલ્લી જિલ્લાના મોડાસા, બાયડ, શામળાજી સહિતના વિસ્તારોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાઓ યોજાય છે. ત્યારે રથયાત્રા દરમિયાન ભાઈ-ચારો અને શાંતિ સુલેહ જળવાય તે માટે પોલીસન દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. મોડાસા શહેરમાં રથયાત્રા ભગવાન બાલક નાથજીના મંદિરેથી નિકળીને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરે છે ત્યારે રથયાત્રાના રૂટ પર પોલિસ દ્વારા ફ્લેગ માર્ચ યોજી રથયાત્રા રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પોલિસ ફ્લેગમાર્ચમાં મોડાસા ટાઉન પોલિસ, ટ્રાફિક પોલિસ તેમજ જિલ્લા LCB સહિના પોલિસ કર્મીઓ જોડાયા હતા.