/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/02-7.jpg)
મોડાસા ખાતે જિલ્લા કક્ષાના યોગનું આયોજન
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અરવલ્લી જિલ્લામાં પણ ઉજવણી કરવામાં આવી હતી. યોગ શરીરને સ્વસ્થ તેમજ તણાવથી મુક્ત બનાવે છે. આજે યોગ દિવસેને દિવસે લોકોની રોજિંદી પ્રક્રિયા બની છે, જેથી મોટી સંખ્યામાં લોકોને યોગથી ફાયદો થવા લાગ્યો છે. જેને લઇને હવે યોગને વિશ્વ કક્ષાએ એક નામના મળી છે. હવે યોગ વિશ્વના લોકો પણ યોગ કરીને તણાવથી મુક્ત બની રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં ઉજવાયેલા યોગ દિવસમાં વિચરતી વિમુક્ત જાતિના અધ્યક્ષ લક્ષ્મણભાઈ પટણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અરવલ્લી જિલ્લામાં જિલ્લા કક્ષાનો યોગ દિવસનો કાર્યક્રમ કે.એન.શાહ મોડાસા હાઇસ્કૂલ ખાતે યોગ દિવસ ઉજવાયો હતો. યોગ કરવા માટે શહેરીજનો, શાળા-કોલેજના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારી સહિત પોલિસ સ્ટાફ જોડાઇને તમામ લોકોએ યોગ કર્યા હતા.
વિચરતી વિમુક્ત જાતિના અધ્યક્ષ લક્ષ્મણભાઈ પટણીએ જણાવ્યું કે, પ્રાચિન સમયમાં યોગ લોકોની રોજિંગી ક્રિયા હતા, જો કે યોગને લોકો ભૂલી ગયા હતા, જો કે, પ્રાચિન સમય હવે ફરી આવ્યો છે, અને લોકો યોગને પોતાની રોજિંદી પ્રક્રિયા બનાવી છે, જેનાથી લોકોના જીવન માટે ફાયદાકારક બની રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અરવલ્લી જિલ્લામાં કુલ 1722 જેટલા કેન્દ્રો પર ત્રણ લાખથી વધારે લોકોએ યોગ નિદર્શનનો લાભ લીધો હતો. યોગ કરવા માટે જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, કોલેજો તથા સ્વૈચ્છિક સંસ્થાઓ અને પાંચ યાત્રાધામના નાગરિકો યોગ કરવા માટે જોડાયા હતા.