અરવલ્લી : માલપુરના પરસોડામાં મકાનની દીવાલ ધરાશાયી, ૧ મહિલાનું મોત, ૪ સભ્યોનો આબાદ બચાવ

New Update
અરવલ્લી : માલપુરના પરસોડામાં મકાનની દીવાલ ધરાશાયી, ૧ મહિલાનું મોત, ૪ સભ્યોનો આબાદ બચાવ

અરવલ્લી જિલ્લામાં સતત ૩ દિવસથી મેઘમહેર યથાવત રહેતા કાચા મકાનોમાં ભેજ લાગતા સતત દીવાલો ધરાશાયી થવાની ઘટનાઓ બની રહી છે. માલપુર પંથકમાં ધોધમાર વરસાદ થી કાચા અને જર્જરિત મકાનો ગમે તે ઘડીએ ધરાશાયી થવાની દહેશત વચ્ચે

પરસોડા ગામના ખાંટ ફળિયામાં મકાનની દીવાલ ધરાશાયી થતા ઘરમાં રહેલી મહિલા કાટમાળમાં દબાતા ભારે અફડાતફડી મચી હતી મકાન ધરાશાયી થતા દોડી આવેલા ગ્રામજનોએ કાટમાળ નીચેથી મહિલાને બહાર કાઢી સારવાર અર્થે દવાખાને ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું ખાંટ પરિવારના ૪ સભ્યો ઘરની બહાર હોવાથી આબાદ બચાવ થયો હતો ઘટનાના પગલે માલપુર પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યા હતા .

શનિવારની સવાર પરસોડા ગામના ગરીબ પરિવાર માટે આફતરૂપી સાબિત થઈ હતી પરસોડા ગામમાં રહેતા પ્રવીણભાઈ ખાંટનું કાચું મકાન સતત વરસાદના પગલે મકાનની દિવાલ ધ્વસ્ત થતા દોડધામ મચી ગઇ હતી ઘરમાં ઘરકામ કરતા મંજુલાબેન પ્રવીણભાઈ ખાંટ દબાઈ જતા મોત નિપજતા પરિવારજનોએ આક્રંદ કરી મૂક્યું હતું ઘરના ૪ સભ્યો ઘરની બહાર હોવાથી આબાદ બચાવ થયો હતો સમગ્ર ઘટનાને પગલે માલપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Read the Next Article

સાપુતારા: ચેઈન ચોરી કરનાર 2 આરોપીને સીસીટીવીના આધારે ઝડપી પાડતી પોલીસ

સાપુતારા સ્વાગત સર્કલ પાસે બે અજાણ્યા બાઈક ચાલકો જન્માષ્ટમીના દિવસે સુરતના પરિવારને વાતમાં નાખી ગળામાં પહેરેલી સોનાની ચેઈન તોડીને ભાગી ગયા હતા.

New Update
Saputara Police

ડાંગના સાપુતારા ખાતે જન્માષ્ટમીના દિવસે સુરતના એક પરિવારની ચેઈન સ્નેચિંગની ઘટના બની હતી. ગીરીમથક સાપુતારા ખાતે ટૂંકા વેકેશન દરમિયાન પ્રવાસીઓનો ધસારો જોતા જન્માષ્ટમીને દિવસે સુરતનો એક પરિવાર સાપુતારા ખાતે ફરવા આવ્યો હતો. સાપુતારા સ્વાગત સર્કલ પાસે બે અજાણ્યા બાઈક ચાલકો સુરતના પરિવારને વાતમાં નાખી ગળામાં પહેરેલી સોનાની ચેઈન તોડીને ભાગી ગયા હતા.

ભોગ બનનારા સુરતના પરિવારના રાજેશ કથીરિયાએ સાપુતારા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરી સાપુતારા પોલીસે અલગ અલગ ટીમ બનાવી તાત્કાલિક અસરથી જિલ્લામાં નાકાબંધી કરી હતી. પોલીસે સીસીટીવી તેમજ એન્ટી હુમન સોર્સના માધ્યમથી ગણતરીના કલાકોમાં બે આરોપીને ઝડપી પાડ્યા હતા. આ બંને આરોપીની કડક સઘન પૂછપરછ કરવામાં આવતા બંને આરોપીઓએ ગુનાની કબુલાત કરી હતી.સાપુતારા પોલીસે 1.08 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને આ બંને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા.

Latest Stories