Connect Gujarat
ગુજરાત

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ : શિવાલયો 'હર હર મહાદેવ'ના નાદથી ગૂંજી ઉઠશે!

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ : શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠશે!
X

શિવોહમ્...શિવોહમ્ : જ્યોતિર્લિંગ સોમનાથ સહિતના શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટશે

મંદિરોમાં રૂદ્રી, લઘુ રૂદ્ર, પંચોપચાર, ષોડષોપચાર, મહામૃત્યુંજયનો હવન યોજાશે

' ન પુણ્યમ્ ન પાપં ન સોખ્યમ્ ન દુ:ખમ્. ન મંત્રો ન તીર્થમ્ ન વેદા ન યજ્ઞા. અહં ભોજનમ્ નૈવ ભોજ્યમ્ ન ભોક્તા. ચિદાનંદ રૂપ: શિવોહમ્, શિવોહમ્...' ભગવાન શંકરને ખૂબ જ પ્રિય અને તપ-જપ-ઉત્સવના પર્વ શ્રાવણ માસનો આવતી પ્રારંભ થવા જઇ રહ્યો છે. શ્રાવણ માસમાં રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા તહેવારોની હેલી પણ સર્જાશે. જીવનને શિવમય બનાવીને ધન્યતા પામવાનો અનેરો અવસર એટલે શ્રાવણ માસ. ભોળાનાથને પૂજા-અર્ચના-આરાધના કરીને રીઝવવા માટે ભાવિકોમાં અનેરો થનગનાટ છે.

શ્રાવણ માસ એટલે શિવ પૂજા માટેનો સર્વશ્રેષ્ઠ માસ. અનેક ભક્તો ઉપવાસ-એકટાણા દ્વારા શ્રાવણ માસ કરતા હોય છે. શ્રાવણ માસ નિમિત્તે શિવ મંદિરોમાં શ્રાવણ માસ નિમિત્તે વિશિષ્ટ આયોજનો કરવામાં આવ્યા છે. શ્રાવણ માસ દરમિયાન લાખો ભાવિકો સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવશે. ભગવાન શિવને કયો અભિષેક શેના માટે? ભગવાન શંકરને ગંગાજળનો અભિષેક પ્રિય છે અને તેથી તેઓને ગંગાધર પણ કહેવામાં આવે છે.

ગંગાજળ દ્વારા અભિષેક કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. મનની શાંતિ માટે જળ દ્વારા અભિષેક કરવો. ભૌતિક સુખ-સાધનોની પ્રાપ્તિ માટે સુગંધિત તેલથી અભિષેક કરવો. શિવલિંગ પર શેરડીના રસથી અભિષેક કરવામાં આવે તો આનંદ અને શાંતિ પ્રાપ્ત થાય છે. સારા સ્વાસ્થ્ય માટે મધથી શિવલિંગ પર અભિષેક કરવો. સંતાનપ્રાપ્તિ માટે શિવસહસ્ત્ર નામોનું ઉચ્ચારણ કરતાં કરતાં શિલલિંગ પર અભિષેક કરવો જોઇએ.

ધન-સંપતિની પ્રાપ્તિ માટે કમળ, બિલીપત્ર, શંખપુષ્પ દ્વારા ભગવાન શિવનું પૂજન. અલ્પઆયુ કે અકસ્માતનો ભય સતાવતો હોય તો એક લાખ દુર્વા દ્વારા ભોળેનાથની પૂજા કરવી. માન, પ્રતિષ્ઠા, યશની પ્રાપ્તિ માટે ૧ લાખ અગત્સયના ફૂલોથી શિવનું પૂજન કરવું.

Next Story
Share it