આજની મેચમા જાડેજા આપશે સૌથી સારૂં પ્રદર્શન, બહેન અને પત્નીએ વિશ્વાસ વ્યક્ત કર્યો

60

વિશ્વકપ 2019ની પ્રથમ સેમિ ફાઈનલ મેચ આજરોજ માનચેસ્ટરમા યોજાવા જઈ રહી છે. ત્યારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે થનારી મેચ અંગે સૌ કોઈ ઉત્સાહિત છે. કારણકે વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓની નજર આ મેચ પર છે. ત્યારે આજની ટીમમા રવિન્દ્ર જાડેજાને સમાડવામા આવે તેવી સૌ કોઈ માંગ કરી રહ્યા છે.

કારણકે વિશ્વ કપ 2019મા અત્યાર સુધી ભારત 9 મેચ રમી ચુક્યુ છે. જેમાથી 1 મેચ વરસાદી વિઘ્નના કારણે રદ્દ થઈ હતી. ત્યારે બાકીની બચેલી 8 મેચમાથી માત્ર છેલ્લી મેચમા જ રવિન્દ્ર જાડેજાને રમાડવામા આવ્યા હતા.

રાજકોટ વાસીઓની માંગ છે કે રવિન્દ્ર જાડેજાને તક મળે ત્યારે રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાએ કનેકટ ગુજરાત સાથેની વાતચીતમા જણાવ્યું હતું કે આજની મેચમા રવિન્દ્રને ચોક્કસ રમાડવામા આવશે. તો સાથેજ રવિન્દ્ર ટીમ ઈન્ડિયાના તમામ પ્લેયર્સ કરતા પોતાનુ સૌથી સારુ પ્રદર્શન આપશે. ત્યારે રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજાએ કનેકટ ગુજરાત સાથેની વાતચીતમા જણાવ્યું હતું કે આજનો મેચ રોમાંચક બની રહેવાનો છે. ત્યારે મને કોઈ પણ દેવી દેવતાની માનતા કરતા રવિન્દ્ર જાડેજાની મહેનત પર વધુ ભરોસો છે. તો સાથે જ આજની અને ફાઈનલની મેચમા ભારતનો ચોક્કસ વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY