આજનો યુગ એ જ્ઞાનનો યુગ છે ત્યારે જ્ઞાન અને અભ્યાસ અનિવાર્ય : વિજય રૂપાણી

New Update
આજનો યુગ એ જ્ઞાનનો યુગ છે ત્યારે જ્ઞાન અને અભ્યાસ અનિવાર્ય : વિજય રૂપાણી

જુના ડીસામાં ઓશવાળ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનું સીએમના હસ્તે લોકાર્પણ

આજનો યુગ એ જ્ઞાનનો યુગ છે ત્યારે જ્ઞાન અને અભ્યાસ અનિવાર્ય છે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જુના ડીસામાં ઓશવાળ આર્ટસ એન્ડ કોર્મસ કોલેજના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું.

બનાસકાંઠા જિલ્લાના ડીસા મુકામે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને ડીસા યુવક સંઘ મુંબઇ સંચાલિત ઓશવાળ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ જૂનાડીસાનો ઉદ્દઘાટન સમારોહ યોજાયો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ પ્રાસંગીક પ્રવચન કરતાં જણાવ્યું કે આ વિધાલય બનતા આ વિસ્તારના યુવાનો ઘેરબેઠાઉચ્ચ શિક્ષણ પ્રાપ્‍ત કરી પ્રગતિના સોપાનો સર કરશે. મુખ્યમંત્રીએ વિધાર્થીઓને નવાઆત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આજનો યુગ એ જ્ઞાનનો યુગ છે ત્યારે જ્ઞાન અને અભ્યાસ અનિવાર્ય બની ગયું છે. આજના સમયમાંઅભ્યાસ વિના ચાલવાનું નથી. દુનિયાની સ્પર્ધામાં ટકવામાટે ભણવું એ સમયની માંગ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે સંસદ સભ્ય પરબત પટેલ,ધારાસભ્યશશીકાંત પંડ્યા અને હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપા મહામંત્રીકે.સી.પટેલ,પૂર્વમંત્રી અને બનાસ ડેરીના ચેરમેનશંકરભાઇ ચૌધરી, એસ.ટી.નિગમના ડિરેક્ટર દિનેશ અનાવાડીયા,અગ્રણીઓઅતુલ મહેતા,પ્રવિણ મહેતા, કલેકટર સંદીપ સાગલે, જિલ્લાવિકાસ અધિકારીશ બી.એ.શાહ સહિત અધિકારીઓ, અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.