/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/05/sarabjit-1.jpg)
આજે ઐશ્વર્યા રાય, રણદીપ હૂડા સ્ટારર ફિલ્મ ‘સરબજીત’ રિલીઝ થઇ છે. જે સત્યઘટના પર આધારિત છે. ઉમંગકુમારની આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય અને રણદીપ હૂડાએ શાનદાર પરફોર્મન્સ આપ્યું છે.
આ ફિલ્મ સરબજીતના જીવન પર આધારિત છે. સરબજીત પંજાબનો એક ખેડૂત હતો. જે અજાણતા બોર્ડર ક્રોસ કરીને પાકિસ્તાનમાં પહોંચી ગયો હતો. પાકિસ્તાને તેને ભારતનો જાસૂસ માની જેલમાં ધકેલી દીધો હતો. તેની પર લાહોરમાં બોમ્બ બ્લાસ્ટ કરાવવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. સરબજીતને નિર્દોષ સાબિત કરવા તેની બહેન દલબીર કૌરે 23 વર્ષ સુધી સંઘર્ષ કર્યો હતો. પરંતુ સરબજીત નિર્દોષ સાબિત થાય તે પહેલાં જ પાકિસ્તાનની જેલમાં તેનું મોત થયું હતું.
ફિલ્મમાં રણદીપ હૂડા સરબજીતનો ટાઇટલ રોલ પ્લે કરે છે. જેલમાં સરબજીતની દુર્દશાને પડદા પર દર્શાવવા માટે રણદીપ હૂડાએ ઘણું વજન ઉતાર્યું હતું. ઐશ્વર્યા રાય તેની બહેન દલબીર કૌરનો રોલ પ્લે કરે છે. રિચા ચઢ્ઢાએ સરબજીતની પત્ની સુખપ્રીતનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મમાં ત્રણેય કલાકારોએ ખૂબ જ ઉત્કૃષ્ટ અભિનય કર્યો છે.