Connect Gujarat
ગુજરાત

આણંદ:મધુભન રીસોર્ટમાં સ્પેશિયલ મોન્સૂન માટે શરૂ થયો લવિશ ડિમ સમ ડિલાઈટ્‌સ ફૂડ ફેસ્ટિવલ

આણંદ:મધુભન રીસોર્ટમાં સ્પેશિયલ મોન્સૂન માટે શરૂ થયો લવિશ ડિમ સમ ડિલાઈટ્‌સ ફૂડ ફેસ્ટિવલ
X

આણંદનાં મધુભન રિસોટ્‌ર્સ એન્ડ સ્પા હંમેશા ફૂડ ફેસ્ટમાં ગુજરાતીઓને નવા સ્વાદનો અનુભવ કરાવતું આવ્યું છે. ત્યારે આ વખતે પણ મધુભન રીસોર્ટમાં ખાવાના શોખિન ગુજરાતીઓ માટે બારે માસની સિઝન પ્રમાણે ફૂડ ફેસ્ટિવલ યોજાતા હોય છે. ત્યારે વરસાદની સિઝન ખીલી છે તે જોતા લવિશ ડિમ સમ ડિલાઈટ્‌સ મોન્સૂન ફૂડ ફેસ્ટિવલ પણ ચાલી રહ્યો છે. આ ફેસ્ટિવલની શરૂઆત ૨૬ જુલાઈથી કરવામાં આવી છે. સ્વાદના શોખિન ગુજરાતીઓ ૧૧ ઓગસ્ટ સુધી મધુબાન રીસોર્ટમાં આ મોન્સૂન ફુડ ફેસ્ટની લિજ્જત માણી શકે છે.

બહાર વરસાદ પડી રહ્યો છે ત્યારે મોન્સૂન સ્પેશિયલ ડિસીસ ખાવાનું મન દરેકને થતું હોય છે. વરસાદના સમયમાં માણી શકતી આવી ખાદ્ય વસ્તુઓ આ ફૂડ ફેસ્ટિવલમાં દરરરોજ માણવા માટે મળશે. જેમાં ખાસ કરીને મોન્સૂનમાં અમૂક પ્રકારની વાનગીઓ તમારું પેટ ખરાબ કરે છે ત્યારે ખાસ કરીને મધુભન રીસોર્ટના એક્ઝિક્યુટિવ શેફ રાકેશ પ્રસાદે આ સિઝનને અનુરુપ વાનગીઓના થાળ તૈયાર કર્યા છે. આ ઉત્સવનું આયોજન કરવા પાછળનો ઉદ્દેશ્ય છે ડિમ સમ સામાન્ય રીતે વરસાદની સિઝનમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેથી આ ફૂડ ફેસ્ટ આ નામથી ચાલી રહ્યો છે.

ખાવાના શોખીન ગુજરાતીઓને ધ્યાનમાં રાખીને મધુભન એન્ડ રીસોર્ટ એન્ડ સ્પાના આ ઉત્સવમાં ઈન્ડિયન અને નોર્થ ચાઈનીઝની વાનગીઓની ૧૫ થી ૨૦ સ્વાદિસ્ટ ગરમા ગરમ ડિસીસ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે આ પ્રકારની વાનગીઓમાં જેડ પ્રોન હર ગાઓ, સ્પિનચ અને પોક ચોય રેપ, એસૂર્ટી ડમ્પલિંગ્સ, ગૌટી વગેરે. તેમાં પણ ઉત્તરીય ચાઈનીઝ શૈલીની ડમ્પલિંગ, સ્ટીમડ અને પાન-ફ્રાઇડ જિયાઓઝી, કિયાઓ લોંગ બાઓ ટિ્‌વસ્ટ જેવી વાનગીઓને થોડો પરંપરાગત વાનગીઓનો ટચ આપવામાં આવ્યો છે. આ બધી જ વાનગીઓમાં વેસ્ટર્ન ટેસ્ટની સાથે સાથે ઈન્ડિયન ટેસ્ટ પણ ભળશે. વાનગીઓના નામ સાંભળતા જ મોંમા પાણી આવી જશે.

આ અંગે મધુભન રીસોર્ટના એક્ઝિક્યુટિવ શેફ રાકેશે પ્રસાદે કહ્યું હતું કે, ‘‘ફ્રેશ વાનગીઓનો રસાસ્વાદ અમે ગુજરાતીઓને કરાવવા માગતા હતા જેથી અમે આ પ્રકારની નવીનત વાનગીઓ રજુ કરી છે. આ વાનગીઓ ખાવામાં નવીન અને પરંપરાગત સ્વાદનો ટેસ્ટ તેમાં આપવામાં આવ્યો છે. ખાસ કરીને આ પ્રકારના ફૂડ ફેસ્ટ દ્વારા અમારો ઉદ્દેશ્ય અહીં આવનાર અતિથિઓને કુદરતના ખોળે ફ્રેશ વાનગીઓની લિજ્જત માણી શકે તે રીતનો પ્રયાસ છે. જેમાં આ વખતે અમે નવો અનુભવ કરાવવા માટે ડિમ સમ્સની પસંદગી કરી હતી.

Next Story
Share it