Connect Gujarat
ગુજરાત

આણંદ : ઇરમાના ૪૦મા સ્થાપના દિનની ઉપરાષ્ટ્રપતિ નાયડુની પ્રેરક ઉપસ્થિતિમાં થઈ ઉજવણી

આણંદ : ઇરમાના ૪૦મા સ્થાપના દિનની ઉપરાષ્ટ્રપતિ નાયડુની પ્રેરક ઉપસ્થિતિમાં થઈ ઉજવણી
X

દેશના સર્વાંગી વિકાસ માટે ગામડાંઓનો વિકાસ જરૂરી છે –વૈકૈંયા નાયડુ- ઉપરાષ્ટ્રપતિ

ઉપરાષ્ટ્રપતિ વૈકૈંયા નાયડુએ જણાવ્યું કે, દેશના

સર્વાંગી વિકાસ માટે ગામડાંઓનો વિકાસ જરૂરી છે. આઝાદીના ૭૦ વર્ષ બાદ ભારતની ૬૮ ટકા

જેટલી આબાદી ગામડાંઓમાં વસે છે, ત્યાજરે

ગ્રામિણ અર્થતંત્રને વધુ સંગીન અને સુદ્રઢ બનાવવા માટે ગામડાંઓમાં જઇ ખેડૂતોને

ઉદ્યમતશીલતા અને નાવિનતાના પાઠ શીખવવા પડશે.ઉપરાષ્ટ્રપતિએ પૂ. મહાત્મા ગાંધીજી

કહેતા હતા કે ભારતનો આત્માઓ ગામડાંઓમાં વસે છે એટલું જ સરદાર સાહેબે પણ આઝાદી

પૂર્વે ખેડા અને બારડોલી સત્યાગ્રહ દ્વારા ખેડૂતોના હિતો-કલ્યામણ માટે કામ કર્યું

હતું તેનું સ્મહરણ કર્યું હતું.

શ્વેતનગરી અને દેશની દુગ્ધર રાજધાની એવા આણંદ ખાતે ઇન્ટિંટયુટ ઓફ રૂરલ

મેનેજમેન્ટ આણંદ (ઇરમા)ના ૪૦મા સ્થાપનાદિનની ઉપરાષ્ટ્રપતિ વૈકૈંયા નાયડુની

ઉપસ્થિાતિમા ઉજવણી કરવામાં આવી હતી.

આ અવસરે ઉપરાષ્ટ્રાપતિએ ઇરમાની કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું હતું.

ઉપરાષ્ટ્રપતિએ એન.ડી.ડી.બી. ખાતે એન.ડી.ડી.બી., ઇરમા, અમૂલ, જીસીએમએમએફની વિકાસગાથા દર્શાવતા પ્રદર્શનની મુલાકાત

પણ લીધી હતી.

ગ્રામિણ વિકાસને સમર્પિત ઇરમા સંસ્થા પૂ.મહાત્માક ગાંધીજીના સ્વતપ્નોને સાચા

અર્થમાં સાકાર કરી રહી છે. તેનો સવિશેષ ઉલ્લેખ કરતાં ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે, અસરકારક ગ્રામિણ વ્યાવસ્થાપન દ્વારા ઇરમા સમગ્ર દેશની ૭૦ ટકા જેટલી ગ્રામિણ

વસતિના જીવન ધોરણમાં સકારાત્મકક બદલાવ લાવી રહી છે.

ઉપરાષ્ટ્રપતિએ ગ્રામિણ અર્થકારણ અને ગામડાંઓને મજબૂત બનાવવા માટે ખેતી તરફ

વળવા ખેત પેદાશોનું મૂલ્યીવર્ધન કરવા અને આધુનિક યુગમાં જીવનશૈલીમાં બદલાવ લાવવાની

હિમાયત કરી હતી. તેમણે કેન્દ્ર સરકારે ગામડાંઓના વિકાસને પ્રાધાન્ય આપી ગામડાંઓમાં

પાયાની માળખાગત એવી વીજળી, પાણી, રસ્તા, સ્વદચ્છતા

અને શૌચાલયોનું નિર્માણ કર્યું છે.

સમગ્ર દેશમાં સૌ પ્રથમવાર સ્વ. વડાપ્રધાન અટલબિહારી બાજપાઇ દ્વારા સુર્વણ

ચતુર્ભૂજ યોજના અમલમાં મૂકવામાં આવી હતી તેમ જણાવાતાં ઉપરાષ્ટ્રાપતિએ ઉમેર્યું કે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વમાં સૌનો સાથ-સૌનો વિકાસ મંત્ર દ્વારા

સમગ્ર દેશમાં સવર્સમાવેશ વિકાસની વિભાવના સાર્થક થઇ રહી છે.

ઇરમાના વિદ્યાર્થીઓને શીખ આપતાં ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે, તમારૂં ભાવિ ખૂબ જ ઉજજવળ છે. નવા પડકારો પણ છે ત્યારે પડકારોને ઝીલી લઇને શેર

એન્ડજ કેરની ફીલોસોફી સાથે CSR ને બદલે PSR (પસર્નલ સોશિયલ રીસ્પો્ન્સીડબીલીટી)ને અનુસરવા કરવા અનુરોધ

કર્યો હતો.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઇરમાના ૪૦મા સ્થાપના દિને રાજય સરકાર

વતી અભિનંદન આપી ઇરમાને રૂરલ ડેવલપમેન્ટદ સાથે વોટર મેનેજમેન્ટ ક્ષેત્રે પણ અસરકારક

કામગીરી કરવા જણાવ્યું હતું.

ચુડાસમાએ ઉમેર્યું કે, ડૉ.

વર્ગિસ કુરિયને મેનેજમેન્ટટ શબ્દનું મહત્વ સમજી અસરકારક મેનેજમેન્ટ દ્વારા દરેક

કામ સફળ થાય છે તેનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડયું છે. પૂ. બાપુના ગ્રામિણ વિકાસના

સ્વપ્નને ઇરમા સંસ્થા સાચે જ ચરિતાર્થ કરી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

પ્રારંભમાં સૌનો આવકાર કરતાં ઇરમાના ચેરમેન દિલીપ રથે ઇરમાની ૪૦ વર્ષની વિકાસ

યાત્રાને વર્ણવતાં જણાવ્યું કે, ગ્રામિણ

આજીવિકા અને ગ્રામિણ જીવનની ગુણવત્તા સુધારવા ઇરમા પ્રતિબધ્ધક છે. ઇરમાના ૩૦૦૦

જેટલાં પ્રોફેશનલ પૈકી ૬૦ ટકા પ્રોફેશનલ્સ ગ્રામિણ

ક્ષેત્રે કામગીરી કરી રહ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું. અંતમાં ઇરમાના નિયામક ડૉ. હિતેષ ભટ્ટે આભારવિધિ કરી હતી.

આ પ્રસંગે સાંસદ લાલસિંહ વડોદિયા, મિતેષભાઇ

પટેલ, નગરપાલિકા પ્રમુખ કાંતિભાઇ ચાવડા, એનડીડીબીના પૂર્વ ચેરમેન ડૉ. અમૃતા પટેલ, બોર્ડ

મેમ્બ્ર, ફેકલ્ટી , એલ્યુ૦મની

સહિત વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Next Story
Share it