આનંદીબેન બાદ કોણ બનશે ગુજરાતના નવા CM?

New Update
આનંદીબેન બાદ કોણ બનશે ગુજરાતના નવા CM?

મુખ્યમંત્રી આનંદીબેન પટેલે નિવૃતિ માટે હાઇ કમાન્ડને પત્ર લખ્યા બાદ ગુજરાતના નવા સીએમ કોણ બનશે તે અંગે ચર્ચાઓએ જોર પકડ્યું છે.

Advertisment

આજે ભાજપની પાર્લામેન્ટ્રી બેઠક મળવાની છે. આ બેઠકમાં નવા સીએમના નામની જાહેરાત થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરાઇ રહી છે.

મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ભાજપના હાઇ કમાન્ડને પત્ર લખીને મુખ્યમંત્રી પદની જવાબદારીમાંથી મુક્ત કરવા વિનંતિ કરી હતી. હાઇકમાન્ડને પત્ર લખીને જાણ કર્યા બાદ તેમણે ફેસબુક પર પોસ્ટ કરીને લોકોને જાણ કરી હતી કે તેમણે પાર્ટીના હાઇ કમાન્ડને પત્ર લખીને સીએમની જવાબદારીમાંથી મુક્ત કરવા વિનંતી કરી છે.

નરેન્દ્ર મોદીએ 12 વર્ષ સુધી ગુજરાતનું સફળતાપૂર્વક સુકાન સંભાળ્યા બાદ વડાપ્રધાન પદે નિયુક્ત થતા તેમણે ગુજરાતના સીએમ પદે આનંદીબેનને નિયુક્ત કર્યા હતા. આનંદીબેન પટેલે 2014માં રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સ્વીકારી હતી.